ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના વચગાળાના જામીન આપ્યા છે ત્યારે આજે તેઓ સેન્ટ્રલ જેલ ખાતેથી વિધાનસભાના સત્રમાં હાજરી આપવા નીકળ્યા હતાં સેન્ટ્રલ જેલ ખાતે તેમને મળવા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ એકત્ર થયાં હતાં.તેઓ પોલીસ સુરક્ષા હેઠળ રહેશે અને સત્ર પૂરું થયા બાદ ફરીથી જેલમાં હાજર થવાનું રહેશે