વડોદરા : અલકાપુરીની અરુણોદય સોસાયટીમાં બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી.જેમાં આણંદના વિશાલ પટેલે આ ચોરીને અંજામ આપ્યો હોય અને તે પોતે નંદેસરી તેની સાસરી ખાતે આવી દાગીના વેચવા માટે જવાનો હોવાની ચોક્કસ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રામા કાકાની ડેરી પાસે આવેલા સીતારામ કોમ્પલેક્ષ પાસેથી કોર્ડન કરીને તેને ઝડપી પાડ્યો હતો.તેની પાસેથી સોના ચાંદીના દાગીના 60 લાખ ઉપરાંતની કિંમતના મળી આવ્યા હતા.જેને કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.