નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગર વિસ્તારોમાં સરકાર 4500 કરોડના ખર્ચે હાઇડ્રો પ્રોજેક્ટ નાખવાની તૈયારીમાં છે. જેને લઈ 18 જેટલા ગામોમાં રહેતા આદિવાસી સમાજના લોકોની જમીન છીનવાઈ જવાની આશંકાને લઈ ઘણા સમયથી વિરોધના સુર ઉઠ્યા છે. જેને લઈને કોંગ્રેસના નેતાઓ પણ તેઓ સાથે જોડાયા છે.