ઉમરગામ તાલુકાના સોળસુબા ગ્રામ પંચાયતના પૂર્વ તરફ રેલવે ઓવરબ્રિજના છેડે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં ગંદકીની સમસ્યા ગંભીર બની ગઈ છે. મુખ્ય માર્ગ ઉપર કચરાના ઢગલા જોઈ વાહનચાલકો તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.