વિજયાદશમી એટલે કે દશેરાના પવિત્ર તહેવાર નિમિત્તે વિસનગરમાં વર્ષો જૂની પરંપરા મુજબ ફાફડા અને જલેબીની જબરદસ્ત માંગ જોવા મળી હતી. ગુજરાતીઓ માટે દશેરાની ઉજવણી ફાફડા-જલેબી વિના અધૂરી ગણાય છે, ત્યારે શહેરની નામાંકિત ફરસાણની દુકાનોમાં સવારથી જ લાંબી કતારો લાગી હતી. જ્યાં સાંજ સુધીમાં 1 હજાર કિલો જલેબી ફાફડા નું વેચાણ થતા શહેરીજનો ખાઇ ગયા હતા.