પાટણમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. રાપરના મોમાયાભાઈ રબારીએ 50 લાખની કિંમતનું હિટાચી મશીન માસિક 2.70 લાખના ભાડે આપ્યું હતું. આરોપી પ્રકાશ રાવળે મશીન લઈને તેને રાજસ્થાનમાં વેચી માર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.ઘટના મુજબ, મોમાયાભાઈ રબારી અને તેમના ભાણા રાયમલભાઈ તથા પ્રકાશ રાવળ 29 ઓગસ્ટે પાટણ જિલ્લા કોર્ટની સામે મળ્યા હતા. તેઓએ પાલનપુર ખાતે મશીન માસિક 2.70 લાખના ભાડે આપવાનો કરાર કર્યો હતો.બીજા દિવસે પ્રકાશે પાલનપુરથી ટ્રેલર મોકલ્યું હતું