ગોધરાની અલી પાર્ક સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી વરસાદી ઋતુ દરમિયાન ઘરો અને ગલીઓમાં પાણી ભરાવાની સમસ્યા રહી છે, જેના કારણે રહીશો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો મુશ્કેલીમાં મુકાતા હતા. નગરપાલિકા અને તંત્રને વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન મળતા રહીશો નિરાશ હતા. તાજેતરમાં સામાજિક આગેવાન અને ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠીને જાણ કરવામાં આવી, જે તરત જ સ્થળે પહોંચી પરિસ્થિતિની ગંભીરતા નિહાળી અને તાત્કાલિક કામગીરી શરૂ કરાવી. મશીનરી અને માણસબળથી પાણી ભરાવાની સમસ્યા દૂર