હવામાન વિભાગની આગાહીના પગલે રવિવારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. ભારેથી અતિભારે વરસાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગ એ વ્યક્ત કરી છે. જેના પગલે રવિવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી લઈ ધોધમાર વરસાદ જોવા મળ્યો. જેમાં મજૂરા ગેટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા લોકોએ બફારાની સ્થિતિમાંથી રાહત મેળવી હતી. જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહ્યો હતો.