જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા છેલ્લા ઘણા સમયથી લોકો લડત કરી રહ્યા છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા ખામધ્રોળ ચોકડીથી જોષીપરા સુધી એક બાઈક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બાદમાં એક સંમેલન યોજાયું હતું જેમાં અશાંત ધારો લાગુ કરવા બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી અને બાદમાં હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું હતું.