શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત બી.એડ.કોલેજમાં પ્રિન્સિપાલ ડૉ.કાર્મેલીબેન અહારીના માર્ગદર્શન હેઠળ હિન્દી દિવસની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ.વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત, સંગીત, નાટક, વ્યક્તવ્ય અને રંગોળી દ્વારા ભાગ લીધો. આર્ટસ કોલેજના ડૉ. રવિન્દ્ર પરમારે હિન્દી દિવસનો ઇતિહાસ સમજાવ્યો તથા કાવ્યગાન રજૂ કર્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી જોષીયારા સરસ્વતીબેન દ્વારા કરવામાં આવ્યું.