બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત સુઈગામ, થરાદ, વાવ તથા ભાભર તાલુકાઓમાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સંબંધિત તમામ શાસકીય વિભાગો અને એન.જી.ઓના સંકલનથી ગ્રામ્ય સ્તરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.