રણભૂમિમાં શૂરવીરતાનું ચિત્ર ખડું કરી દેતાં ગરબા ખેલતાં ભાણવડના ભાઈઓ સૌરાષ્ટ્રના ભાણવડ શહેરના હર્ષદ મંદિરના પટાંગણમાં ૧૫૦થી વધુ વર્ષથી નિયમિત ગરબીનું આયોજન થાય છે જેમાં માત્ર પુરુષો પૌરાણિક ઢબે માત્ર નગારાના તાલે ગરીબી ખેલે છે ગરબીમાં રણભૂમિમાં માતાને રાક્ષસોનો સંહાર કરવા માટે પડકાર કરતી વેળાનો ગરબો બુલંદ અવાજે નગારાના તાલે ભાઈઓ રણભૂમિની શૌરતાનું ચિત્ર ખડું કરી દે તે રીતે ઝનૂન સાથે ત્રિશૂલ અને ખડગ ધારણ કરી આ ગરબો ખેલે છે.