આવેલા સોલાર પ્લાન્ટમાંથી ચોરાયેલા કોપર વાયરના કેસમાં એલસીબી પાટણે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ૧૧૦ કિલોગ્રામ કોપર વાયર કિંમત રૂ. ૧,૧૦ લાખના માલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.પાટણ એસપીની સૂચના અનુસાર મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે આર.જી. ઉનાગર, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. મળેલી માહિતીના આધારે પોલીસે બંધવડ-દેવ કેનાલ નજીક બાવડોની ઝાડીઓમાં તપાસ કરી હતી.