શામળાજી ગાયત્રી મંદિરે ખાતે સાબરકાંઠા–અરવલ્લી જોધપુર ઓડ સમાજ વિકાસ મંડળ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.સમાજના ધોરણ 10 અને 12માં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ,પૂર્વ પ્રમુખો તથા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.સમાજમાંથી કુરીવાજો દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.સાથે શામળાજી મંદીર ખાતે ધજા ચડાવવાની વિધિ યોજાઈ હતી.આ પ્રસંગે અનેક આગેવાનો તથા સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.