જૂનાગઢના ભવનાથ ખાતે પાંચ દિવસ બાદ ગણેશ વિસર્જન કરવા આવેલ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ભવનાથના રોડ રસ્તાઓ પર મેળા જેવો માહોલ જામ્યો હતો. ભવનાથ ખાતે બનાવવામાં આવેલ વિસર્જનકુંડમાં ગણેશજીની પધરાવવા ભાવિકો આવ્યા હતા. રસ્તાઓ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા