ગુજરાતમાં ભાદરવી પૂનમનો મેળો ભક્તિ અને આસ્થાનો મહાપર્વ ગણાય છે. દર વર્ષે લાખો મા અંબાભક્તો દૂર દૂરથી પગપાળા અંબાજીના દર્શન કરવા આવે છે. અમદાવાદ, મહેસાણા, ભરૂચ, વડોદરા અને અન્ય શહેરોમાંથી આવતા યાત્રાળુઓ માટે સેવા કૅમ્પો પણ ઊભા કરવામાં આવે છે. વિસબગર થી ખેરાલુ હાઈવે રોડ પર શ્રદ્ધાળુઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આગળ વધી રહ્યા છે. આખો રોડ ભક્તિ મય બની ગયો હતો.