15મી ઓગષ્ટ દેશ 79મો સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ,સંગઠન નેતા, પૂર્વ સાંસદ ભાવનાબેન દવે, પૂર્વ ધારાસભ્ય માયાબહેન કોડનાની , ભરત પંડયા, સહિતના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. મા ભારતીને પુષ્પ અર્પણ કરી દેશના ગૌરવ સમાન ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર ભક્તિના ગીતો અને રાષ્ટ્ર ગીત દ્વારા ઉપસ્થિત રહ્યા.