નવસારીના દુધિયા તળાવ પાણી ટાંકી નજીક એક મહિલાની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મંગળવારે બપોરે 3 કલાકે ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. મૃતકની ઓળખ તથા મોતના કારણોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.