સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ ગણેશોત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક થઈ રહી છે. જૂનાગઢ શહેરના ઝાંસીના રાણી લક્ષ્મીબાઇનાના સર્કલ પાસે બિરાજમાન ગિરનારી ગણેશ પંડાલ નગરજનો માટે આકર્ષણનો કેન્દ્ર બન્યો છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે પરંતુ આ વખતે વિશેષ રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ વખતે પ્રથમ વખત વિવિધ પંડાલમાં સ્વચ્છતા, સામાજિક પ્રવૃત્તિઓ, આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદૂરની થીમને પણ જોડવામાં આવી રહ્યા છે.