ભુજ તાલુકાના મોટી રોહતડની સીમમાં ધમધમતું કતલખાનું ઝડપાતાં જીવદયા પ્રેમીઓના ભવાં તંગ થયાં છે. ખાવડા પોલીસે ઝડપેલા આ કતલખાના અંગે પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ ગઇકાલે પોલીસને બાતમી મળી હતી કે, રોહતડ (રતડિયા)ની સીમ ડુંગર વિસ્તારમાં વેરશી મીઠા સમા પોતાના ગાયના વાડાની પાછળ તેના સાગરિતો સાથે ગાય (ગૌવંશ)ને બાવળની ઝાડીમાં બાંધી કતલ કરવાનું ચ