અંબાજી દાતા રોડ પર ત્રિશુલિયા ઘાટી એ ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો આજ રોજ સવારે 9:00 વાગે લોખંડના સળિયા ભરેલી ટ્રકનો બ્રેક ફેલ થઈ જતા વળાંકમાં ટ્રક પલટી મારી ગઈ હતી અને ત્યારબાદ તરત બીજી ટ્રક પણ ત્યાં અથડાઈ ગઈ હતી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ વાનને પણ ટ્રકથી નુકસાન થયું હતું અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ હતું.ઘાયલોને 108 દ્વારા દાતાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંબાજીની ફાયર બ્રિગેડ ગાડી તેમજ દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી