ભિલોડા તાલુકામાં ઘોધમાર વરસાદ ખાબક્યો હતો. અચાનક પડેલા આ ભારે વરસાદને કારણે નગર સહિત આસપાસના વિસ્તારોમાં તોફાની માહોલ સર્જાયો હતો.અંબાજી જતા પદયાત્રીઓ પર વરસાદની ઝપેટ આવી હતી અને તેઓ ભીંજાઈ ગયા હતા.વરસાદ વરસતા નગરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.