જુનાગઢ જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરે મેંદરડા તાલુકાના જુદા જુદા વિસ્તારોના ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને સ્થિતિ નો તાગ મેળવ્યો હતો. તેમજ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં થયેલા નુકસાન અંગે જિલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને વહેલી તકે સર્વે શરૂ કરાવવાની રજૂઆત કરી છે તેમજ ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે સહાય ચૂકવવા રજૂઆત કરી છે.