ડાંગ જીલ્લા પોલીસ દ્વારા Fit India Movement અંતર્ગત Sunday On Cycle નું આયોજન કરવામાં આવ્યુ હતું. ડાંગ જિલ્લાના એસસી એસટી સેલના ડીવાયએસપી શ્રી જનેશ્વર નલવાયાના હશે ગ્રીન ફ્લેગ બતાવીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી આ સંડે ઓન સાઇકલ શરૂ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના પીએસઆઇ પીઆઇ અને કર્મચારી ગણ આમાં સામેલ થયા હતા આ સન્ડે ઓન સાઇકલ પરેડ ગ્રાઉન્ડથી લઈને બોરખેત હેલી પેડ સુધી રાખવામાં આવેલ હતી.