This browser does not support the video element.
થરાદ: માર્કેટ યાર્ડ દ્વારા 7 અકસ્માત પીડિત પરિવારોને 1-1 લાખના ચેક આપવામાં આવ્યાં
India | Aug 29, 2025
થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સામાજિક જવાબદારી નિભાવતા મહત્વપૂર્ણ પગલું લીધું છે. સમિતિએ થરાદ તાલુકાના 10થી 70 વર્ષની વયના તમામ નાગરિકો માટે રૂપિયા એક લાખનું અકસ્માત વીમા કવચ લીધું છે.29 સપ્ટેમ્બર 2025ના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ચેરમેન શૈલેષભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સેક્રેટરી બી.એમ. પટેલની ઉપસ્થિતિમાં સાત મૃતકોના પરિવારજનોને વીમા રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા.