વિસનગર તાલુકાના ગુંજા-વિસનગર હાઇવે રોડ પર પાલડી રોડ પાસે ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. એક અજાણ્યો મોટરસાયકલ ચાલક એક મહિલાના ગળામાંથી ₹1,10,000 ની કિંમતનો સવા તોલાનો સોનાનો દોરો ઝૂંટવીને નાસી ગયો હતો. આ બનાવ અંગે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.