પંચમહાલ જિલ્લામાં યોજાનાર સાંસદ ખેલ મહોત્સવ 2025 ની તૈયારીઓના અંતર્ગત આજ રોજ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહોત્સવને સફળ બનાવવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, પંચમહાલના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને જિલ્લા ભાજપ પ્રમુખ