થરાદના જાગેશ્વર મહાદેવ મંદિરમાં એક મહત્વપૂર્ણ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 100 જેટલા બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ બદલી. શાસ્ત્રી દેવશંકરભાઈ અને હિતેશભાઈ શાસ્ત્રી આચાર્યોએ મંત્રોચ્ચાર સાથે વિધિ કરાવી. જનોઈ, જેને યજ્ઞોપવીત પણ કહેવામાં આવે છે, હિંદુ ધર્મમાં એક પવિત્ર સૂત્ર છે. આ સૂત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ગના પુરુષો ધારણ કરે છે. જનોઈના ત્રણ દોરા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક છે.