બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે ગૌચરની જમીનમાં જેટકો દ્વારા 220 કેવી સબ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે 300 વીઘા સરકારી ગોચર જમીન પર સબ સ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, આ જમીન પર સ્થાનિક યુવાનોએ 4000 થી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે સબ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ થતા ગામ લોકોમાં રોષફાટી નીકળ્યો ત્યારે લોકો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો