નવસારી જિલ્લાના મૂનસાડ ગામમાં લિવ-ઇન સંબંધ લોહિયાળ બની ગયો છે. રાજુ હળપતિએ પોતાની લિવ-ઇન પાર્ટનર સંગીતા હળપતિની ખેતરમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. ઘટના બાદ રાજુ ફરાર થયો હતો, પરંતુ થોડી જ વારમાં તે પણ ખેતરમાં ફાંસો ખાઈને મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં ખુલાસો કર્યો કે બંને છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતા હતા અને રાજુની પહેલી પત્ની સાથેના ઝઘડા તથા તકરાર આ હત્યાનું મુખ્ય કારણ બની હોવાનું મનાય છે.