થરાદ તાલુકાના મોરથલ ગામમાં ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મોરથલ ગામના એક ગ્રાહકે ફ્લિપકાર્ટ પરથી ડ્રોન કેમેરો ખરીદ્યો હતો. પરંતુ જ્યારે ઓર્ડર ડિલિવર થયો, ત્યારે પેકેજમાંથી માત્ર પાણીની બોટલ નીકળી હતી.આ જ ગામના બીજા એક ગ્રાહકે ફ્લિપકાર્ટ પરથી દ્રાક્ષનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેમને દ્રાક્ષના બદલે બાજરીનું બિયારણ મોકલવામાં આવ્યું હતું. આ બંને ઘટનાઓએ ઓનલાઇન શોપિંગની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.