કોઈપણ રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય તેની યુવા શક્તિ પર નિર્ભર હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ બાબત પર ભાર મૂકીને વિકસિત ભારતના વિઝનમાં પણ યુવાનોને કેન્દ્રસ્થાને રાખ્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન તરીકે તેમણે છેલ્લા 24 વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કર્યું છે.