ઉમરપાડાના ઉંચવાણ ગામની સીમમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પીનપુર ગામના ગૌચર ફળિયામાં રહેતા 67 વર્ષીય દિવલીબેન અંબાલાલ વસાવા પીનપુર| ચોકડીથી ઉમરપાડા જતા રોડ પર પગપાળા જઈ રહ્યા હતા.આ દરમિયાન મોટરસાયકલ નંબર ઉJ-05-HR-9772ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા દિવલીબેનને અડફેટે લીધા હતા. અકસ્માતમાં દિવલીબેનને| શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.