પાટણ શહેરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની મહિલાઓએ પીવાના પાણીની સમસ્યાને લઈને નગરપાલિકામાં રજૂઆત કરી છે. હંસાબેન પરમાર એ જણાવ્યું હતું કે અગાઉ આ વિસ્તારમાં પીવાનું પાણી નગરપાલિકાના બોર માંથી આપવામાં આવતું હતું પરંતુ છેલ્લા થોડા મહિનાથી રામનગરના બોરમાંથી આ પાણી આપવામાં આવતા લોકોમાં નવા નવા રોગો થાય છે જેને લઈને નગરપાલિકામાં મહિલાઓ દ્વારા પાણી નગરપાલિકાના બોરમાંથી પાણી આપવા માંગ કરી હતી.