ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ ચારેલે ગોધરા એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2023માં નિમેષભાઈ રમણભાઈ વળવાઈએ પ્રમુખ પેટ્રોલિયમ કંપની લિમિટેડમાં ભાગીદાર બનાવવા વિશ્વાસ આપીને કુલ રૂ.88.32 લાખ આરટીજીએસ દ્વારા પોતાના ખાતામાં મેળવ્યા હતા. લોનનું વ્યાજ તથા મુદ્દલ રકમ પરત આપવાના અને ભાગીદારી કરાર કરવાની ખાતરી હોવા છતાં નાણાં પરત આપ્યા નહીં તથા ભાગીદાર પણ બનાવ્યા નહીં. આ છેતરપિંડી બદલ પોલીસ દ્વારા કેસ નોંધાયો છે.