છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલ મેરીયા બ્રિજ પાસે ફરી એકવાર ટ્રાફિકજામ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. થોડા દિવસ અગાઉ પણ મેરિયા બ્રિજ ઉપર ટ્રાફિકજામના દ્રશ્ય સામે આવ્યા હતા. ત્યારે ફરી ગઈકાલે ટ્રાફિક જામ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. અવાર નવાર મેરિયા બ્રિજ ઉપર ટ્રાફિક જામ થતા હોય છે. ત્યારે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તંત્ર અને સરકાર આ બાબતે નોંધ લે તે ખૂબ જરૂરી બન્યું છે.