આજરોજ પાટીદાર સમાજ કુળદેવી જગદંબા મા ઉમિયાજી જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવા ઊંઝા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરે ગોપાલ ઇટાલીયાએ માતાજીની પૂજા કરી તેમજ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવી પ્રાર્થનાઓ કરી. આ તબક્કે મંદિરના ટ્રસ્ટી શ્રી દશરથભાઈ પટેલ દ્વારા મંદિર ટ્રસ્ટ વતી ગોપાલ ઇટાલીયા નું સમ્માન કરવામાં આવ્યું તેમજ યોગાનુયોગ આજરોજ મંદિરના ટ્રસ્ટીમંડળની વાર્ષિક કારોબારી બેઠક પણ હતી