વડોદરા : કોઇ પણ ધર્મ કે સમાજ અન્ય ધર્મ કે સમાજની લાગણી દુભાઇ તેવું ક્યારેય ઇચ્છતું નથી, જો કોઇ વ્યક્તિ આ અસામાજીક પ્રવૃતિ કરે તો તેનો વિરોધ પણ કરવામાં આવતો હોય છે. જેનું ઉત્તમ ઉદાહરણ આજે વડોદરામાં જોવા મળ્યું હતુ. જ્યાં ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકનાર આરોપીઓ માફીયા ગેંગના હોય, એમ સ્થાનિક મુસ્લિમોએ વડોદરા પોલીસ જીંદાબાદ અને માફીયા ગેંગ મુર્દાબાદના નારા લગાવ્યાં હતા.