ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથક વિસ્તારમાં થયેલા પથરાવ અને બબાલ તેમજ પોલીસ ચોકી નં.4 પર તોડફોડ અને આગ લગાવવાના પ્રયાસ સહિતના ગુનામાં અત્યાર સુધી 35થી વધુ લોકો સંડોવાયા છે. કુલ 26 આરોપીઓને અટકાવી દાહોદ સબજેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે, જ્યારે અન્ય 9 આરોપીઓને એક દિવસના પોલીસ રિમાન્ડ બાદ રાજપીપળા જેલમાં કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કેટલાક આરોપીઓ હજુ ફરાર છે અને તેમને પકડવા વિશેષ ટીમો તપાસ કરી રહી છે. શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પ