થરાદ અને વાવ વિધાનસભા વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે વિસ્તારમાં થયેલા વ્યાપક નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે.પત્રમાં જણાવ્યા મુજબ, પૂરના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નષ્ટ થયા છે. જમીન ધોવાણથી ખેતી કરવી મુશ્કેલ બની છે. અનેક પરિવારોના ઘર ધરાશાયી થયા છે. સૌથી મોટું નુકસાન પશુધનમાં થયું છે, જેમાં 10,000થી વધુ પશુઓના મોત થયા છે.