બોટાદની સિવિલ હોસ્પિટલ સોનાવાલા ખાતે દર્દીઓનાકેસ નોંધવા માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, પ્રશાસન દ્વારા એક શેડ બનાવી કાઉન્ટર સાથે લોકોને બેસવાની વ્યવસ્થા પણ મળી રહે તેઓ સુંદર શેડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ શેડ માં સામાન્ય વરસાદમાં પાણી પાણી ટપકવાથી અંદર બેસેલા કર્મચારીઓને તેમજ કેસ નોંધાવવા આવતા દર્દીઓ છત હોવા છતાં પલળી જાય છે, અગત્ય ના પેપર અને કમ્પ્યુટર પણ આ ઓફિસ શેડમાં ઉપલબ્ધ છે ત્યારે વરસાદી પાણીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.