સુરેન્દ્રનગર શહેર સહીત સમગ્ર ઝાલાવાડમાં આજે અનંત ચર્તુદશીએ ગણપતિદાદાને અગલે બરસ તૂ જલ્દી સે આનાની વિનંતી સાથે ભાવપૂર્વક ગણપતિ વિસર્જન કરવામાં આવ્યુ હતું. ઠેર ઠેર ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર કરાયેલ ગણપતિની મૂર્તિનું સ્થાપના સાથે દસ દિવસ સુધી પુજન - અર્ચન બાદ દાદાને આજે ભાવભીની વિદાય આપવામાં આવી હતી