સુરત જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. સાથે જ મુસ્લિમ સમાજનો ઈદે મિલાદનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. આ બંને તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે ઓલપાડના ખુટાઈ માતાના મંદિર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં સુરત જિલ્લાના DYSP આર.આર. સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ બંને કોમના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તેમણે પોતાની રજૂઆતો પણ કરી હતી.