ભારત સરકાર દ્વારા જી.એસ.ટી ના દરોમાં ઘટાડાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો જેની ઉજવણીના ભાગ રૂપે તા. ૪ સપ્ટે, ગુરુવાર ના અંજાર શહેરના વિવિધ વેપારી એસોસિએશન/ મંડળો દ્વારા શ્રી મેઘજી શેઠની પ્રતિમા પાસે, કસ્ટમ ચોક, અંજાર ખાતે ભવ્ય ઉજવણી કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.