નવસારી જિલ્લાના ગણદેવી પોલીસે સ્પેશ્યલ પ્રોહી ડ્રાઈવ દરમિયાન મોટી સફળતા મેળવી છે. અજરાઈ ગામના બસ સ્ટેન્ડ પાસે ચાર મહિલાઓ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની વ્હિસ્કી અને ટીન બીયરનો જથ્થો સાથે ઊભેલી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસએ કુલ 1,230 બોટલનો જથ્થો, જેની કિંમત રૂ. 3,21,635 થાય છે, કબજે કરી અન્ય મુદ્દામાલ સાથે રૂ. 3,22,635 નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ મામલે ચાર મહિલા આરોપીઓ સામે ગુનો દાખલ.