ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલ મેસરી નદી પરનો કોઝવે ચોમાસાના ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહેલું એક એક્ટિવા પાણીના જોરદાર વહેણમાં ખાબક્યું હતું. સદનસીબે, એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ દોરડાની મદદથી પાણીમાં ખાબકેલા એક્ટિવાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. આ ઘટના બાદ કોઝવે પરથી પસાર થતા વાહનચાલકોને સાવધાની રાખવા