સંસ્કારી નગરી વડોદરામાં મહિલાઓ મહિલાઓ સુરક્ષિત નથી.વડોદરાના કારેલીબાગ વિસ્તાર માંથી યુવતીની છેડતી ની ઘટના સામે આવી છે.અજાણ્યા યુવકે યુવતીની કારમાં બેસી યુવતીની છેડતી કરી તેને ધમકાવી હતી.યુવતી ખાણીપીણીની દુકાન પર નાસ્તો કરીને કારમા બેસવા ગઈ તેવામાં યુવક પણ કારમાં બેસી ગયો હતો. યુવકના ગેરવર્તણૂકથી ડરી ગયેલી યુવતી તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગઈ હતી. યુવતીને ડરેલી જોઈ લોકો યુવકોને પકડવા દોડ્યા હતા પરંતુ બાઈક પર આવેલ બંને યુવાનો ફરાર થઈ ગયા હતા