વડોદરા : ગણેશ ઉત્સવના તહેવાર અને આગામી દિવસોમાં આવનાર ઈદના પર્વને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ના.પોલીસ કમિ.ઝોન 2 મંજીતા વણઝારાની આગેવાનીમાં મ.પોલીસ કમિ.,પીઆઈ અને બંદોબસ્ત માટે આવેલી બીએસએફની ટુકડીને સાથે રાખીને દૂધવાલા મહોલ્લા સહિતના વિસ્તારમાં ફૂટ માર્ચ કરવામાં આવ્યું હતું.અકસ્માતની ઘટના અને ગણેશજીની સવારી પર કાંકરી ચાળાની ઘટના બાદ પોલીસે સતર્કતા વધારી છે.