ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અન્વયે ચિલોડા પોલીસે એક મોટી કાર્યવાહી કરીને દારૂ સહિત 4.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફિલ્મી ઢબે દારૂ નો જથ્થો ઝડપી પાડયો હતો