ભિલોડા નજીક ઇન્દ્રાસી નદીમાં 70 વર્ષીય વૃદ્ધા તણાઈ જવાથી હડકંપ મચ્યો.કિશનગઢ તાલુકાના કડવાડુંગળી ગામની રહેવાસી રતનબેન ભગોરા (ઉંમર 70 વર્ષ) ગઈકાલે બપોરથી લાપતા છે.પરિવારજનના ઘરે જવા માટે વૃદ્ધા નદીનો વાંઘુ ક્રોસ કરી રહી હતી ત્યારે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી.ભિલોડા મામલતદાર દ્વારા માત્ર એકવાર નદી પાસે ફરજીયાત મુલાકાત લઈ કામગીરીનો સંતોષ માન્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.વૃદ્ધાના પરિવારજનો અને ગામલોકોએ પોતપોતાના સ્તરે શોધખોળ શરૂ કરી.